મલેશિયામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નેવીના બે હેલિકોપ્ટર રિહર્સલ દરમિયાન અથડાયા. આ અકસ્માતમાં બે હેલિકોપ્ટરમાં સવાર 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમમાં એક સાથે અનેક હેલિકોપ્ટરોએ ઉડાણ ભરી હતી. આ દરમિયાન 2 હેલિકોપ્ટર પરસ્પર અથડાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે ઘટી દુર્ઘટના
મલેશિયલન નેવીનો આ કાર્યક્રમ લુમુટના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં આયોજિત કરાયો હતો. આ ઘટના મંગળવારે સવારે લગભગ 9.32 વાગે ઘટી. જેવા હેલિકોપ્ટરોએ ઉડાણ ભરી કે બે  હેલિકોપ્ટર હવામાં અથડાયા. જેમાંથી એક હેલિકોપ્ટર ફેનેક M502-6 અને બીજું HOM M503-3 હતું. આકાશમાં અથડાયા બાદ એક હેલિકોપ્ટર સ્ટેડિયમની સિડી પર અને બીજુ સ્વિમિંગ પૂલમાં જઈને પડ્યું. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube